ખાંભાના મોટા સમઢીયાળામાં પ્રેમીએ પરણીતાને છરીના ઘા મારી હત્યા કરી

અમરેેલી,
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે આજથી વિસેક દિવસ પહેલા રાધીકાબેન પ્રતાપભાઈ સોલંકી રહે નાના માચીયાળા હાલ મોટા સમઢીયાળાના ભાઈ જયેશભાઈને રાધીકાબેનનાં ભાભી હેતલબેન ઉપર શંકા જતા તેઓ ફોન ચેક કરતા મોટા સમઢીયાળા ગામના ભાવેશ બાઉચંદભાઈ દાફડા સાથે કરેલ વ્હોટસપ મેસેજથી વાત કરતા હોય. જે મેસેજ મળતા જયેશભાઈએ તેમના પત્નીને પુછતા તેમણે આરોપી સાથે પ્રેમ સંબંધ હતો તેના મેસેજ હતા. તેવી વાત કરતા જયેશભાઈએ ઠપકો આપી આરોપી સાથે પ્રેમ સંબંધ નહી રાખવાની વાત કરી હતી. ને બાદમાં રાધીકાબેનનાં પીતા અને કાકા પ્રવિણભાઈએ આરોપીના ઘરે જતા તે સુરત રહેતો હોય જેથી તેના પીતા બાવચંદભાઈને આ બાબતે ઠપકો આપેલ હતો.જેથી આરોપીને સારૂ નહિ લાગતા સુરતથી મોટા સમઢીયાળા આવી તા.29-8 ના સાંજના આશરે પાંચેક વાગ્યે રાધીકાબેન પ્રતાપભાઈ સોલંકી તથા તેની નાનીબેન ગૌરી તથા તેમના ભાભી હેતલબેન બ્લાઉઝ સીવડાવવાં જતા હોય ત્યારે આરોપી તેમની પાછળ આવી હેતલબેનને કહેલ કે તે મારી સાથે કેમ પ્રેમ સંબંધ પુરો કરી નાખેલ છે અને તુ કેમ મારી સાથે બોલતી નથી. તેવું કહી ગાળો બોલતા ગાલો બોલવાની ના પાડતા ભાવેશ બાવચંદભાઈ દાફડાએ ઉશ્કેરાઈ કડમાંથી છરી કાઢી હેતલબેનને બે ઘા વાસાના ભાગે તેમજ એક ઘા ડાબી બાજુના પડખામાં મારી લોહી લુહાણ કરી ડાબી બાજુના પડખાના ભાગે મારેલ છરી શરીરની અંદર રહેવા દઈ રાધીકાબેન તથા તેમના બેન ગૌરીબેન રાડારાડ કરતા આરોપી ભાવેશ ભાગી ગયેલ અને હેતલબેનનું સાવરકુંડલા સારવારમાં લઈ જતા રસ્તામાં મૃત્યું નિપજતા રાધીકાબેન પ્રતાપભાઈ સોલંકીએ તેમના ભાભીની હત્યા કર્યાની ફરીયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાવતા પીએસઆઈ એમ. ડી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવમાં આરોપી ભાવેશ દાફડાને પીએસઆઈ એમડી ગોહિલે ઝડપી પાડ્યો.