ખાંભાના રબારીકામાં વિકાસ કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયું

  • પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા અને સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતીમાં
  • મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ભંડેરી, શ્રી સોલંકી, શ્રી કાકડીયા, શ્રી ભુવા, શ્રી માલાણી સહિતની ઉપસ્થિતી

અમરેલી,
ખાંભા તાલુકાના રબારીકા ગામે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને રાજકોટના માજી મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરી, પુર્વ સંસદીય સચીવશ્રી હીરાભાઇ સોલંકી, પુર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, પુર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઇ ભુવા તેમજ સહકારી અગ્રણી અને સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી, ખાંભા ગ્રામ પંચાયત સરપંચશ્રી અમરીશભાઇજોષી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી લાલજીભાઇ મોર, પીઢ અગ્રણીશ્રી પ્રેમજીભાઇ સંજલીયાની ઉપસ્થિતીમાં મંજુર થયેલ વિવિધ 8 જેટલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને પુર્ણ થયેલ કામોના લોકાપર્ણનો બહુવિધ કાર્યક્રમ યોજાયો.જેમાં સૌ પ્રથમ આંબલીયા ગામે સી.સી.રોડના કામનું ખાતમુહુર્ત બ્રીજ બનાવવાના કામનું ખાતમુહુર્ત સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના હસ્તે તેમજ મુંજીયાસરથી જીવાપર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહુર્ત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી અને રાજકોટના માજી મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યુ. બ્રીજના કામનું પ્રતિકાત્મક લોકાર્પણ શ્રી હીરાભાઇ સોલંકીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ધ્ાુંધવાણાથી સાળવા, રબારીકા, પીપરીયા ત્રણેય ગામના ડબલ પટી ડામર રોડના કામનું પ્રતિકાત્મક લોકાર્પણ પુર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. રબારીકાથી આંબલીયા, ધુંધવાણાથી દલડી, દલડીથી આંબલીયાળા, આંબલીયાળાથી જામકા, નવીકાતરથી સમઢીયાળા-2 વિવિધ પાંચ ડામર રોડના પેકેજનું પુર્ણ થયેલ કામનું પ્રતિકાત્મક લોકાર્પણ શ્રી દિપકભાઇ માલાણી, શ્રી લાલભાઇ મોર અને સ્થાનીક અગ્રણીઓના હસ્તે સભાહોલના સ્થાનેથી કરવામાં આવ્યુ. આ પ્રસંગે આસપાસના પીપરીયા, ધ્ાુંધવાણા, આંબલીયાળા, અને રબારીકા ગામના અગ્રણીઓ અને યુવાનો ખાસ ઉપસ્થિત રહયા હતા. પીઢ અગ્રણીશ્રી પ્રેમજીભાઇ સેંજલીયા એ ખુબજ ટુંકા ગાળામાં મહાનુભાવોએ આમંત્રણને સ્વીકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તે બદલ ખુબ જ ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી,માર્કેટયાર્ડના ચેરમેન શ્રી દિપકભાઇ માલાણીએ ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી આગામી દિવસોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધ્ાુમાં વધ્ાુ વિસ્તારને લાભ મળે તેવી રીતે સૌએ મળીને કામ કરવાની અપીલ કરેલ.