ખાંભાના વાંગધ્રામાં વધુ એક વ્યાજખોર શ્રી નિર્લિપ્ત રાયની ઝપટે : વ્યાજખોરની ધરપકડ

  • અગાઉ જેની સામે મરવા માટે મજબુર કર્યાનો ગુનો નોંધાયેેલો છે તેવા વ્યાજખોરે પાંચ લાખ વ્યાજે આપી છ લાખનું વ્યાજ ચડાવેલ : જમીન નામે કરી ખાલી કરાવવા મોતનો ભય બતાવતો હતો : લોકઅપમાં ધકેેલાયો

અમરેલી,
અમરેલી જિલ્લાના વ્યાજંકવાદીઓને કારણે અનેક લોકોની મિલ્કતો ગઇ હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા આ વ્યાજંકવાદ સામે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અવિરત શરૂ છે તેમણે તૈયાર કરેલા 300 જેટલા વ્યાજખોરોના લીસ્ટમાંથી એક પછી એક વ્યાજખોરોના પાપના ઘડા ફુટી રહયા છે અને તે તેના યોગ્ય ઠેકાણે જેલમાં ધકેેલાય રહયા છે તેમાં વધુ એક વ્યાજખોરનો પર્દાફાશ થયો છે અને મજબુર ખેડુતની આજીવીકા જેવી જમીન વ્યાજંકવાદીના પેટમાં જતી પોલીસે બચાવી અને વ્યાજંકવાદીને લોકઅપના સળીયા પાછળ ધકેેલી દીધો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે રહેતા કેશવભાઇ વિરાભાઇ સતાસીયા ઉ.વ.56 ને તે જ ગામના નકા લખમણભાઇ વાવડીયા આહિર નાણા ધીરધારનું લાયસન્સ ન ધરાવતા હોવા છતાં રૂા.5,00,000 વ્યાજે આપેલ હતા અને તે મુળ પાંચ લાખની રકમ ઉપરાંત છ લાખનું વ્યાજ ચડાવી કુલ રૂા.11,00,000ની પઠાણી ઉઘરાણી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો ત્યાર બાદ આ જમીનનો કબ્જો ખાલી કરવા માટે મોતની ધમકી આપી રહયો હોય એસપીશ્રી નિર્લિપ્ત રાય સમક્ષ આ કિસ્સો આવતા તેમણે વ્યાજખોર સામે તપાસ કરાવતા તેની સામે અગાઉ પણ મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ દાખલ થયાનું જાણવા મળતા નકા સામે ગુનો દાખલ કરાવી તેની ધરપકડ કરી હતી અને ખેડુતની જમીન બચાવી હતી ખાંભાના પીએસઆઇ શ્રી ધવલ સાકરીયાએ નકાને ગણતરીના કલાકોમાં પકડી પાડી અને ખાંભા પોલીસ મથકમાં લોકઅપના સળીયા પાછળ ધકેેલી દીધો હતો.