ખાંભાનો રાયડી ડેમ ભરવામાં આવશે

અમરેલી,ખાંભા આસપાસ આશીર્વાદ રૂપ રાયડી ડેમ તોક્ત વાવાઝોડા માં નુકશાની થઈ હતી તે હવે ફરી ભરવામાં આવશે ત્યારે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જાવા પામી છે.તોક્ત વાવાઝોડા બાદ ખાંભા નો રાયડી ડેમમાં ક્ષતિ સર્જાઈ હતી જેના કારણે ગુજરાત સરકારમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી જીજ્ઞેશભાઈ પટેલ સહિતના આગેવાનોને સાથે રાખી રજુઆત કર્યા બાદ ‘Tauktae Cyclone ” માં નુકશાન પામેલ રાયડી ડેમ ની રીપેરીંગ કામગીરી પૂર્ણ થતા સુરક્ષા માપદંડ ની ચકાસણી બાદ આજ રોજ દરવાજા બંદ કરવામાં આવ્યા.અમરેલી જિલ્લા માટે વધુ એક જળ સરોવર માં પાણી સંગ્રહ શરૂ થયું છે.જેના કારણે ખાંભા ના નાના મોટા બારમણ રાજુલાના ચોત્રા અને જાફરાબાદ તાલુકાના મીઠાપુર અને નાગેશ્રી સહિતના ગામોને ફાયદો થશે