ખાંભામાં ઘરકામ કરતા વૃધ્ધાના પગમાં અજગર વિટળાઇ અને બટકુ ભરી ગયો

  • ખાંભામાં 108 વૃધ્ધા માટે જીવન દાતા સાબિત થઇ
  • 108ને કોલ કરાતા 108 એ તાત્કાલીક સારવાર આપી ખાંભા દવાખાને ખસેડયા : વૃધ્ધા બચી ગયા

અમરેલી,
ખાંભામાં રહેતા જયસુખભાઇ શંભુભાઇ ચૌહાણના માતુશ્રી સવારે પોતાનું ઘરકામ કરી રહયા હતા ત્યારે એક મોટો અજગર તેના પગે વિટળાઇ ગયો હતો અને ગોઠણે બટકુ ભરી ગયો હતો આથી જયસુખભાઇએ 108 ને ફોન કરતા ખાંભાથી 108નો સ્ટાફ તુરત જ તેમના ઘેર આવી ગયો હતો અને તેમના માતુશ્રીને તાત્કાલીક સારવાર આપી ખાંભા દવાખાને લઇ ગયા હતા અને જયસુખભાઇના માતુશ્રીનો જીવ બચી ગયો હતો જયસુખભાઇએ 108ની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો બીજી તરફ વન વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.