અમરેલી,
મિતીયાળા જંગલ વિસ્તારમાં ભુકંપના આંચકાઓ આવ્યા બાદ રૂટ બદલાયો હોય તેમ આજે રાત્રે ખાંભામાં રાત્રે 9:09 મિનિટે ભુકંપનો 3.2 સ્કેલનો આંચકો આવતા જનજીવન ને અસર જોવા મળી હતી ખાંભામાં ધરતીને ધ્રુજાવી પ્રચંડ ધડાકા સાથે ધરતીકંપનો અહેસાસ થયો હતો.બનાવ અંગે તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરાયાના પગલે આજે ગાંધીનગરથી સીસ્મોલોજી વિભાગની ટેકનીકલ ટીમ ખાંભા ગીર પંથકના વિસ્તારોમાં દોડી આવી હતી અને બનાવના કેન્દ્ર બિંદુ સહિતસ્થળની જુદી જુદી મુલાકાત લઇ અભ્યાસ કર્યાનું બિનસતાવાર રીતે જાણવા મળ્યું છે આ તપાસ દરમિયાન હકીકત હજુ જાણવા મળી નથી પરંતુ આ અંગે તહેકીકાત જારી છે અગાઉ પણ મીતીયાળામાં એક મહિનામાં પાંચ આંચકા આવ્યા હતા વારંવાર ભુકંપના આંચકા આવતા તંત્ર પણ ગંભીર બન્યું છે બિજી તરફ આ પંથકમાં ભુકંપના આંચકાને કારણે લોકો પણ ભયભીત બન્યા