ખાંભામાં રાત્રે ધરતીને ધ્રુજાવી : પ્રચંડ ધડાકા સાથે ધરતીકંપ

અમરેલી,
તાજેતરમાં મિતીયાળા જંગલ વિસ્તારમાં ભુકંપના આંચકાઓ આવ્યા બાદ રૂટ બદલાયો હોય તેમ આજે રાત્રે ખાંભામાં પણ ધરતીને ધ્રુજાવી પ્રચંડ ધડાકા સાથે ધરતીકંપનો અહેસાસ થયો હતો. રાત્રીનાં 9:09 મીનીટે ભુકંપનો આંચકો આવતાની સાથે લોકો ઘર બહાર નીકળી ગયા હતા બે સેકન્ડના આ આંચકાએ લોકોને ધ્રુજાવી દીધા હતા ખાંભા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધરતીકંપની અસર થયાનું પણ ચર્ચામાં છે. જો કે આ લખાય છે ત્યારે સિસ્મોલોજી સેન્ટરમાં નોંધ નથી પણ બનાવ બન્યો તે હકીકત છે ભુકંપને કારણે મોડે સુધી લોકોમાં ચર્ચાએ વેગ પકડયો હતોદર વખતે મિતીયાળા અને આસપાસનાં વિસ્તાર પુરતો સિમિત રહેતો ભુકંપ આ વખતે વધ્યો છે. સાવરકુંડલા તાલુકાનાં આંબરડી, બગોયા, અભરામપરા, મિતીયાળા અને ખાંભાનાં ગામડાઓમાં ભુકંપની મોટી અસર દેખાઇ છે. રાત્રે સીસ્મોલોજી વિભાગનાં ભુકંપ માપક યંત્રમાં 3.2ની તીવ્રતા અને અમરેલીથી 43 કિ.મી.દુર એપી સેન્ટર હોવાનું સીસ્મોલોજી વિભાગે  જણાવ્યું હતું.