ખાંભામાં વાદળ છાયા વાતારણમાં ઠંડીનો પ્રકોપ

ખાંભા, શિત લેહર અને વાદળાયા વાતાવરણમાં ઠંડીનાં પ્રકોપને કારણે ખાંભા શહેર તાલુકાભરમાં વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓ વધ્યા છે. છેલ્લા એકાદ માસથી વાતાવરણને કારણે તાલુકાભરમાં રોગચાળા જેવી સ્થિતિ છે. ખાસ કરીને શરદી, સળેખમ, ઉધરસ, માથુ દુખ વુ, તાવ જેવા દર્દીઓ જોવા મળે છે. અહીં મામલતદાર અને તાલુકા પંચાયત ઓફીસ પટાંગણમાં ગંદકીનાં ગંજ જામ્યા છે. ભુત બંગલો, કુમારશાળા, આંગણવાડી નજીક અને શાકમાર્કેટ બસસ્ટેન્ડ ચોકમાં પણ ગંદકીથી લોકો ત્રાહીમામ છે. તત્ કાલ સફાઇ કરાવી ડીડીટી છંટાવી કાયમી ઉકેલ લાવવા ભીખુભાઇ બાટાવાલાએ માંગ ઉઠાવીછે.