ખાંભા,રાજુલા,કુંડલાનાં ગામોમાં ધોધમાર વરસાદ

  • ઓણસાલ ખાંભા, કુંડલાને ટાર્ગેટ બનાવી મેઘરાજા ત્રાટકતા ખેતીપાકોને નુક્શાન થતા હજુ વરસાદ બંધ થતો નથી

અમરેલી,ખાંભા, રાજુલા, સાવરકુંડલાના ગામોમાં આજે ધોધમાર પોણો ઇંચ જેટલો વરસાદ પડયો હતો આંબરડીમાં મકાન ધરાશાયી થઇ ગયુ હતુ અને આંબરડી, ખોડીયાણા, ખાંભ, ડેડાણમાં પણ વરસાદ પડયો હતો. ખાંભાનાં ગામોમાં બપોર બાદ પોણો ઇંચ ધોધમાર વરસાદ પડ્યો હતો.
આજે બપોર સુધી ભારે ઉકળાટ બાદ એકાએક મેઘરાજા ત્રાટકતા મોટા સરાકડીયા, કોદીયા, રાયડી, પાટી, નેસડી અને અમરેલીનાં લાપાળીયા સહિતનાં ગામોમાં પવનનાં સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો.