ખાંભા નજીક અજાણ્યા સાધુએ ગળાફાંસો ખાતા મોત

અમરેલી,ખાંભા તાલુકાના બાબરપરા ગામ નજીક ભુલવડી નદીના કાંઠે ખાખરાના ઝાડ ઉપર કોઇ અજાણ્યા આશરે 55 વર્ષની ઉમરના સાધુ પુરૂષની ગળાફાંસો ખાધેલી હાલતમાં ટીંગાતી લાશ જોવા મળતા વન વિભાગના કર્મચારી લાલજીભાઇ ભાયાભાઇ રાતડીયાએ ખાંભા પોલીસને જાણ કરતા ખાંભા પોલીસે લાશનો કબ્જો લઇ ત્રણ ચાર દિવસ પહેલા ગળાફાંસો ખાધેલ હોવાથી લાશ કોહવાઇ ગયેલી હાલમાં હોવાથી ભાવનગર સરકારી દવાખાને પીએમ માટે ખસેડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.