ખાંભા નજીક તાતણીયા ગામની યુવતિનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
ખાંભા તાલુકાના તાતણીયા ગામે રહેતી જયશ્રીબેન ભોળાભાઈ સોલંકી ઉ.વ.20 ને છેલ્લા ત્રણેક વર્ષથી ભાણીયા ગામના વતની અશ્ર્વિન ગોહિલ હાલ સુરતવાળા સાથે પ્રેમ સંબંધ હોય. અને તેની જાણ પિતા ભોળાભાઈ દેવાભાઈ સોલંકીને હોય.પરંતુ જયશ્રીની સગાઈ થયેલ હોય અને અશ્ર્વિનના પણ લગ્ન થઈ ગયેલ હોય. જેથી જયશ્રીના તેની સાથે લગ્ન શકય ન હોય . આ વાતનું પોતાને લાગી આવતા તા. 29-10 ના બપોરના સમયે પોતે એકલી ઘરે હોય ત્યારે રૂમમાં લોખંડની આડી સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ જતા મૃત્યું નિપજયાનું પિતા ભોળાભાઈ દેવાભાઈ સોલંકીએ ખાંભા પોલિસ મથકમાં જાહેર કરેલ .