ખાંભા નજીક ધાવડીયા ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી,
ખાંભા તાલુકાના ધાવડીયા ગામે રહેણાંક બંધ મકાનને કોઇ તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂા.2,91,000 ની માલ મતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાન ખાંભા તાલુકાના ધાવડીયા ગામે રહેતા ખોડાભાઇ દેવાયતભાઇ બલદાણીયા ઉ.વ.50 ના રહેણાંક મકાનમાં તા.22/1 થી 30/1 દરમિયાન કોઇ તસ્કરોએ કબાટમાં રાખેલ ત્રણ તોલાનો સોનાનો હાર રૂા.1,00,000, સોનાની વીંટી 1 રૂા.15,000, 3 જુની સોનાની વીંટી રૂા.15,000, સોનાની બુટી 1 રૂા.11,000 તેમજ રોકડ રૂા.1,50,000 મળી કુલ રૂા.2,91,000 ની માલમતા ચોરી ગયાની ખાંભા પોલીસમાં ફરિયાદ