ખાંભા નજીક પાટી ગામે રહેણાંક મકાનમાં તસ્કરોએ રૂા. 1 લાખ ઉપરાંતની મત્તા ચોરી

અમરેલી,
ખાંભા તાલુકાના પાટી ગામે રહેતા રમેશભાઇ દુલાભાઇ ડોબરીયા ઉ.વ. 45 ના મકાનની દિવાલ કુદી ખાંભા તાલુકાના જીવાપર ગામના દેવીપુજક રમેશ બાબુ પરમારે મકાનનું તાળુ તોડી રૂમમાં પ્રવેશી. અભેરાઇ ઉપર રાખેલ એલ્યુમીનીયમના ડબ્બામાંથી રોકડ રૂા. 1,00,000/- તેમજ સોનાનો પોંચો રૂા. 50,954/- સોનાનો હાર 45,602/-, ચાંદીનો કંદોરો રૂા. 1500/-, ચાંદીના બે જોડી છડા રૂા. 1400/- મળી કુલ રૂા. 1,99,456/- માલમતા ચોરી કરી લઇ ગયાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.