ખાંભા નજીક રાયડી ગામે ચાર બાળ સિંહ મકાનમાં ઘુસી ગયા

ખાંભા,ખાંભા તાલુકાના ના રાયડી પાટી ગામે જૂની અને જર્જરિત થયેલ સ્કુલ મા સિંહ ના 4 બચ્ચાં આવી ચડતા આરએફઓ ખાંભા અને ફિલ્ડ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્કયું હાથ ધરી તમામ 4 સિંહ બચ્ચાંઓ ને સહી સલામત રેસ્કયુ કરવામાં આવેલ. સ્ટાફ દ્વારા આસપાસ નો વિસ્તાર સ્કેન કરતા માતા સિંહણ પણ નજીક ના વિસ્તાર માં હોવાનું માલૂમ પડેલ. આથી નજીક ના જ સલામત વિસ્તાર મા આ 4 સિંહ બચ્ચાંઓ નું માતા સિંહણ સાથે મિલન કરવી ને રિલીઝ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહીમા કે. કે. મેમકિયા ઇન્ચાર્જ ઇર્ખં ખાંભા, રબારીકા ફોરેસ્ટર યાસીન જુનેજા, ફો. ગાર્ડ દીપક સોંદર્વા, ફો. ગાર્ડ દિલીપસિંહ ઝનકત, ટ્રેકર , રજનીભાઈ, નિર્મળભાઈ વાળા, જીણાભાઇ, જીતુભાઈ, સુરેશભાઈએ આ રેસ્કયું અને રિલીઝમા નોંધનીય કામગીરી બજાવી.