ખાંભા નાગેશ્રી હાઇવેમાં કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

ખાંભા, ખાંભા નાગેશ્રી નેશનલ હાઇવે રોડ ઉપર સવારમાં 9 વાગ્યે ફોર્ચ્યુનર કાર ને અકસ્માતમાં સદભાગ્યે જાન હાનિ ટળી હતી. ખાંભા નાગેશ્રી નેશનલ હાઇવે ઉપર સવારે 9 વાગે જતી ફોરવિલ કાર ના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ભાવરડી. અને રાણીગપરા ગામ વચ્ચે આવેલ કૂતરા ગાય અને અંબર સ્ટોલ વચ્ચે જમણી બાજુના વળાંકમાં વનવિભાગની જૂની નર્સરી નજીક ફોરવિલ કાર નો અકસ્માત સર્જાયો હતો. સવારે 9 વાગે સર્જાયેલ અકસ્માતમાં કાર ને નુકસાન થયેલ પરંતુ કારમાં બેસેલા ને કુદરતી રીતે બચાવ થવા પામ્યો હતો. અકસ્માત સમયે હાઇવે ઉપર થી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક અસરથી અકસ્માત ગ્રસ્ત કારપાસે પહોંચી કારમાં બેસેલા મુસાફરો ને બહાર કાઢી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.