ખાંભા નાગેશ્રી હાઇવેમાં ખાડા છે કે હાઇવે ખાડામાં છે ?

ખાંભા,
ખાંભા નાગેશ્રી સ્ટેટ હાઇવેની એટલી બિસ્માર હાલત બની છે કે હાઇવે ખાડામાં છે કે આખો રોડ ખાડામાં છે ? તે કહેવુ મુશ્કેલ છે આ રોડમાં 35 કિમી વિસ્તારમાં ઠેર ઠેર ખાડા પડયા છે ટ્રાફીકથી સતત ધમધમતા રોડમાં અવાર નવાર ટુવ્હિલર ચાલકો ગાડી તારવવા જાય ત્યારે બાઇક સ્લીપ થઇ ગગડી પડે છે ડેડાણથી ત્રાકુડા વચ્ચે 8 કિમી રોડમાં 8 હજાર નાના મોટા ખાડા પડયા છે ચારેક વર્ષ પહેલા બનેલા આ રોડમાં મેઇન્ટેન્સ ન થતા ડેડાણથી ત્રાકુડા વચ્ચે 8 કિમી કાપવામાં મોઢે ફીણ આવી જાય છે તાત્કાલીક પેચવર્ક કરી રોડમાં ચાલી શકાય તેવુ કરવા માંગ