ખાંભા પંથકમાં રેશનીંગના લાભાર્થીઓ જ અનાજ દુકાનદારોને વહેંચી મારે છે

  • ખાંભા પંથકની વિગતો જાણી સરકારી તંત્ર પણ ચોંકી ઉઠયું
  • રેશનમાં અપાતો અનાજનો જથ્થો રેશન કાર્ડ ધારકો વહેંચશે તો ફોજદારી કરવા તંત્રની ચીમકી

અમરેલી,
ખાંભા તાલુકામાં કોરોના મહામારીમાં ઘઉ ચોખા અનાજ કઠોળનું વિતરણ જરૂરીયાતમંદોને ફ્રીમાં કરવામાં આવે છે આ અનાજનો જથ્થો રેશન કાર્ડ ધારકો દ્વારા અન્ય વેપારીઓને વહેંચી નાખતા હોવાનું તેમજ અન્ય વસ્તુઓ જેવી કે પ્લાસ્ટીકના ડબ્બા વિગેરે વસ્તુઓ મેળવવાના બદલામાં વ્યાજબી ભાવની દુકાનેથી મેળવેલ ઘઉ કે ચોખા જેવી જણસો વેપારીને આપતા હોવાનું ધ્યાને આવતા આવુ કૃત્ય કરતા કોઇ રેશનકાર્ડ ધારકો ધ્યાને આવશે તો તેમને મળતા અનાજના જથ્થાની જરૂરીયાત ન હોવાનું સાબિત માની રેશનકાર્ડની યાદીમાંથી રદ કરવામાં આવશે તેમજ આવા શખ્સો સામે ફોજદારી કાર્યવાહી કરાશે તેમ ખાંભા મામલતદારે જણાવ્યુ છે.