ખાંભા પાસે સીટી રાઇડ ગોથુ ખાઇ જતા 12ને ઇજા

અમરેલી,
ખાંભા તાલુકાનાં ભાડ ગામ નજીક ઉનાથી પાલીતાણા જતી સીટી રાઇડ જીજે14એક્સ 0603 રસ્તામાં પલ્ટી મારી જતા સીટી રાઇડમાં બેઠેલા 12 લોકોને નાની મોટી ઇજાઓ થતા 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. ખાંભા નજીક ખાનગી બસ પલ્ટી મારતાં અકસ્માત સર્જાતા 05 જેટલી 108 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. આજે સવારના 10 થી 10:30 વચ્ચે સાવરકુંડલા-ખાંભા રોડ એક ખાનગી બસ નો અકસ્માતનો કેસ મળેલ. આ અકસ્માતમાં માં 15-20 લોકો ને ઈજા થયેલ હોઈ તેવી માહિતી મળેલ આ કેસ મળતાની સાથે જ સાવરકુંડલા સિટી એક અને સાવરકુંડલાની સિટી 2 બંને 108 એમ્બ્યુલન્સ અને ખાંભા ની 108, વિજપડી 108 અને વંડા 108 ઘટના સ્થળ પર જવા નીકળેલ. ઘટના સ્થળ પર પહોંચી 108 દ્વારા 12 દર્દી ને સાવરકુંડલા અને ખાંભા ની હોસ્પિટલમાં ખસેડેલ.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 5 દર્દીઓને વધુ સારવાર માટે 108 દ્વારા ખાંભા હોસ્પિટલ થી રાજુલા અને સાવરકુંડલા હોસ્પિટલ ખસેડેલ અને બીજા 2 દર્દી ને વધુ સારવાર માટે સાવરકુંડલા થી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ એક્સિડન્ટ માં કુલ પાંચ 108 દ્વારા યુદ્ધ ના ધોરણે કામગીરી કરી લોકો ના જીવ બચાવવા માં આવેલ.ફરી એક વખત 108 દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ. આ બનાવની ફરિયાદ સીકંદરભાઇ હબીબભાઇ ચૌહાણે ખાંભા પોલીસ મથકમાં કરતા પોલીસ તપાસ ચલાવી રહી છે.