અમરેલી,
ખાંભા મહાદેવપરા -1 માં રહેતા રાહુલભાઈ જગુભાઈ વરીયા ઉ.વ. 24એ ખાંભા ભગવતીપરામાં રહેતા મનુ કાનાભાઈ વાઘોસી પાસેથી દોઢેક વર્ષ પહેલા તેમની માતાની સારવાર કરાવવા ઉછીના રૂ/-20 હજાર લીધ્ોલ અને આ વખતે આરોપી પાસે નાણા ધીરધારની કોઈ પાસપરમીટ કે લાયસન્સ નહી હોવા છતા 15 ટકા લેખે વ્યાજે ચુકવવાનું કહેતા રાહુલભાઈએ મનુ કાના વાઘોસીને મુળ રકમ ઉપરાંત 15 ટકા લેખે રૂ/-9 હજાર મળી કુલ રૂ/-29,000 ચુકવી આપેલ. તેમ છતા બળજબરીપુર્વક પેનલ્ટી પેટે રૂ/-59 , 350 કઢાવી લઈ ત્યારબાદ ફરી વખત વ્યાજના વ્યાજ પેટે રૂ/-25 હજારની પઠાણી ઉઘરાણી કરી ફોનમાં ગાળો આપી કાઠલો પકડી ધોલથપાટ કરી વધ્ાુ પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ખાંભા પોલિસ મથકમાં ફરિયાદ .