ખાખરીયાની સીમમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

 

અમરેલી,
બાબરા તાલુકાના ખાખરીયા સીમમાં જયસુખભાઇ વાલજીભાઇ કાચેલા ઉ.વ.34ને તેમની માતા શારદાબેને ખેતરમાં જીરૂના પાકમાં જંતુનાશક દવા છાંટવાનું જણાવતા સારૂ નહિ લાગતા. પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યાનું લાભુભાઇ વાલજીભાઇ કાચેલાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

રાજુલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતાં મોત થયું

રાજુલા બાવળીયા વાડીમાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ લાખાણીને છેલ્લા 25 વર્ષથી દારૂ પીવાની ટેવ હોય. અને માતા કસાથે અવાર-નવાર ઝગડો થતો હોય જેથી પોતે પોતાની મેળે અનાજ માં નાખવાના ઝેરી ટીકડા ખાઇ જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પુત્ર મલીકભાઇ લાખાણીએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.