ખાણ ખનીજની તપાસ ટીમ દ્વારા સઘન ચેકીંગ કુંકાવાવ-વડીયા રોડ ઉપર 4 ટ્રક પકડી પાડયા

અમરેલી,

આજે તા.2/3/2023ના રોજ ખાણ ખનીજ, અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવતા, કુંકાવાવ-વડીયા રોડ પર ચેકીંગ દરમ્યાન કુલ 04 ટ્રકસને પકડવામાં આવ્યા હતા, તેમાં 03 ટ્રકસમાં કારબોસેલ ખનીજ ઓવરલોડ વહન તથા 01 ટ્રકમાં રેતી ખનીજ અનઅધિકૃત વહન કરવા બાબતે પકડવામાં આવ્યા છે. ખાણ ખનીજ અમરેલી દ્વારા 04 ટ્રકસ મળી કુલ રુ.1,15,00,000 (એક કરોડ પંદર લાખ)નો મુદ્દમાલ સીઝ કરવામાં આવ્યો છે. આ અંગે આગળ તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખાણ ખનીજ કચેરી, અમરેલી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું