ખાતરનો ભાવ વધારો નહી થાય : ટુંકમાં જ જાહેરાત કરાશે

  • ખેડુતોના હિત તરફ નિર્ણય લેવા જઇ રહેલ સરકાર અને સફળ મધ્યસ્થી કરનાર શ્રી દિલીપભાઇ સંઘાણીને અભિનંદન પાઠવતા શ્રી અશ્વિન સાવલીયા

અમરેલી,
બે વર્ષ પહેલા જીવાત અને પાક નિષ્ફળ જવાની થપાટ, ગયા વર્ષે અતિવૃષ્ટિથી નુકશાન જેવી કુદરતની થપાટો ખાઇને બેહાલ થયેલા ધરતીપુત્રો ઉપર ખાતરની બે થેલીના ભાવ 1200 હતા તે 1900 થઇ જતા વધુ એક મુશ્કેલી આવી હતી અને બીજી એક 2000 રૂપીયાનું આ પાયાનું ખાતર ઉપજ લેવા માટે ફરજીયાત અને અતિ મહત્વનું હોય ખેડુતો ભાવ વધારાને કારણે રાડ પાડી ગયા હતા આવા સંજોગોમાં સહકારી અગ્રણી અને ઇફકો તથા ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ ખાતરનું વેચાણ કરનાર સંસ્થાઓને ગઇ કાલે હાલ વેચાણ ન કરવા જુના ભાવનું ખાતર આપવા જણાવ્યુ હતુ અને ખેડુત આ ભાવ વધારો ખમી શકે તેમ ન હોય ખેડુતો માટે સરકારમાં તેમણે રજુઆતો કરી ખાતરની કંપનીઓ સાથે વાતચીત કરી ખેડુતોને ભાવ વધારો ન ભોગવવો પડે તે માટે વિનંતી કરી હતી જાણવા મળતી માહિતી અનુસાર સરકારમાં પણ શ્રી દિલીપ સંઘાણીના પ્રયાસો સફળ થયા હોવાનું અને ભાવ વધારો ખેડુતોએ ન ચુકવવો પડે તે દિશામાં સરકાર નિર્ણય લઇ રહી હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
ખેડુતોના હિત માટે સરકારમાં સફળ મધ્યસ્થી કરનાર શ્રી દિલીપભાઇ સંઘાણી અને સરકાર બંનેને અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિન સાવલીયાએ આવકારી અને અભિનંદન પાઠવ્યા છે હાલમાં આ ભાવ વધારા અંગે સતાવાર જાહેરાત ગણતરીના કલાકોમાં થાય તેવી શક્યતા છે.