ખાનગી ડૉક્ટરોની ૫૦ લાખના વીમા માટે માગ

  • કોવિડ-૧૯ ની સેવામાં ડૉક્ટરોની માગ
    અમદાવાદ ,
    ઇન્ડિયન મેડિકલ એશોસિએશનની ગુજરાત શાખાના પ્રમુખ સી.એસ.જરદોશે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી ને પત્ર લખી કોવિડ-૧૯ ના દર્દીઓની સારવારમાં રહેલ તબીબોની વિવિધ માંગણીઓ તાત્કાલીક ધોરણે અમલમાં મુકવાની માંગણી કરી છે.રાજ્યમાં કોવિડ-૧૯ની મહામારીમાં સેવા આપી રહેલા તબીબોની સલામતી માટે દરેક જીલ્લામાં વેન્ટીલેટર સાથે આઇસીયુ બેડ રાખવા તેમજ ટોસીલઝુમ્બા અને ઇન્જેક્શન રામદૃેશીવીર તે કોવિડ થી અસરગ્રસ્ત થયેલ મેડીકલ સ્ટાફ અને ડોક્ટરો માટે અનામત રાખવા આ કોવિડ મહામારી રોકવા માટે કામ કરી રહેલા ખાનગી ડોક્ટરો નો ૫૦ લાખનો વિમો કરાવવો.તમામ ડોક્ટરોની ખાલી જગ્યામાં તાત્કાલીક ભરતી કરવી અને નાની બાબતોમાં સેવા આપી રહેલ ખાનગી ડોક્ટરોને હેરાન કરવા નહી. આ ઉપરાંત તમામ રેસીડન્ટ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફના પડતર પ્રશ્ર્નનો ઉકેલ લાવવો.