ખાનગી હોસ્પિટલની જેમ ૮૦ ટકા બેડ આઇસીયુ બેડની જેમ રિઝર્વમાં રાખવામાં આવે

  • કેજરીવાલ સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્પ્ોશ્યલ લિવ પિટિશન કરી

 

દિલ્હી સરકારે ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ બેડસ રિઝર્વ કરવાને લઇ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હાઇકોર્ટ એ અરિંવદ કેજરીવાલ સરકારના નિર્ણયને પલટી દીધો હતો. સરકાર ઇચ્છતી હતી કે ખાનગી હોસ્પિટલોમાં ૮૦% બેડ આઇસીયુ બેડની જેમ રિઝર્વ રાખવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ કહૃાું કે અમે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન કરી છે. તેમણે કહૃાું કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આઇસીયુ બેડસ હજુ પણ ઉપલબ્ધ છે.

દિલ્હીના આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર ધનિકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું વધુ સારું લાગે છે, આથી ત્યાં આઇસીયુ બેડ્સની અછત ઉભી થઇ છે. જૈને કહૃાું,  કે ધનિક લોકો સરકારી હોસ્પિટલોને બદલે ખાનગી હોસ્પિટલોને પ્રાધાન્ય આપે છે, તેથી તેઓ ખાનગી હોસ્પિટલોમાં મુશ્કેલી અનુભવી રહૃાા છે.” તેમણે કહૃાું કે, દિલ્હી સરકારે રાજધાનીની સરકારી હોસ્પિટલોમાં ૫૦૦ કોવિડ બેડ્સ વધુ ઉમેર્યા છે જેમાં ૧૧૦ આઇસીયૂ બેડસ પણ સામેલ છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ ૬૮૫ બીજા વધારાના બેડ છે.

દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે ૧૪ ખાનગી હોસ્પિટલોમાં પથારી વધારવાના આદેશો પણ રજૂ કર્યો છે. નવા આદેશ બાદ આ ૧૪ હોસ્પિટલોમાં કોવિડ માટે ૫૦% અનામત રાખવા કહેવામાં આવ્યું છે. આ આદેશ બાદ હવે દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં ૬૮૫ બીજા બેડ હશે. આ ૧૪ હોસ્પિટલોમાં કોવિડ માટે બેડની સંખ્યા વધારીને ૨૪૪૨ થઇ જશે. આ હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની સારવાર પહેલાથી જ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં કેસ સતત વધી રહૃાા છે. શુક્રવારે રાષ્ટ્રની રાજધાનીમાં મહામારી શરૂ થયા બાદથી શુક્રવારના રોજ કોવિડ -૧૯ના સૌથી વધુ કેસ નોંધાયા છે. શહેરમાં તહેવારની મોસમ અને વધતા જતા પ્રદૂષણના સ્તર વચ્ચે પોઝિટિવિટી દર ૧૨.૧૯ ટકા છે, જ્યારે અહીં ૭,૧૭૮ નવા કેસ સામે નોંધાયા છે. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસ ૪,૨૮,૮૩૧ નોંધાયા છે.