ખારી ગામે કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયા

ખારી,  બગસરા તાલુકાના ખારી ગામે બીજા દિવસે પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગયેલ જેમાં પ્રથમ 59 વર્ષ ના પુરુષ નો કોરોના કેસ નોંધાયા બાદ બીજા દિવસે પણ 31 વર્ષે મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા મામલતદાર આઇ.એસ.તલાટ પી.આઇ.એચ.કે.મકવાણા હેલ્થ ઓફિસર એમ.એન.ગોંડલીયા તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ જોષી સોરઠીયા ભાઈ તલાટી કમ મંત્રી મનીષભાઈ કનાડા ગામના સરપંચ રમણીકભાઈ રાખોલીયા સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયેલ અને આરોગ્ય તંત્ર દ્વારા તે વિસ્તારના તમામ લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યું. એપી સેન્ટર વિસ્તારના લોકો અવર જવર ન કરે તે માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરીને તે વિસ્તારમાં ઉપર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલ તે વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કંન્ટ્રોલ રુમ ઊભો કર્યો છે જે બે શિક્ષકો સંજયભાઈ ખાધલ અને દિપકભાઇ પાઠક શિક્ષકો દ્વારા લોકોને પુરતી સવલતો આપી રહ્યા છે તેમ તે વિસ્તારને કન્ટેમેન્ટ જાહેર કરીને બગસરા પોલીસના પી.આઇ.એચ.કે.મકવાણા ના માર્ગ દર્શન હેઠળ પોલીસ નો સૂસ્ત બંદોબસ્ત ગોઠવેલ હોવાનું જાણવા મળ્યું છે.