ખીજડીયા શીલાણાના પુલની બિસ્માર હાલત

બગસરા તાલુકાના નાના એવા ખીજડીયા ગામ માં ચોમાસામાં બેટ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે. જેમાં વરસાદ બાદ શિલાણા ગામ આગળ બનેલા ચેક ડેમ નું પાણી પુલ પર ફરી વળતું હોય બારમાસી રસ્તો બનાવી આપવા માંગ ઉઠી છે. વિગત અનુસાર બગસરા તાલુકામાં આવેલ ખીજડીયા ગામ માં ચોમાસા દરમ્યાન ચોતરફ પાણી ફરી વળતા આ ગામ સંપર્ક વિહોણા બની જતું હોય છે તેમાં આ વર્ષે શીલાણા ગામે બનાવવામાં આવેલ ચેકડેમ ને પાણી સંગ્રહની ક્ષમતા વધારવા વધુ ઊંચો લેવામાં આવતા આ ચેક ડેમ નું પાણી પુલ પર ભરાઈ જાય છે જેને લીધે ચોમાસા દરમિયાન ગ્રામજનોને પોતાના ગામ પહોંચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ તેના ઉપર બનેલી સડક પણ તૂટી જતા પુલ પર કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને રસ્તા પર આવેલા ખેતરો તથા પોતાના ગામે અવર જવર દરમિયાન અનેક લોકો અકસ્માત થી પડી પણ જતા હોય છે. આ બાબતે ગ્રામજનો દ્વારા અવર જવરનો રસ્તો કાયમી શરૂ રહે તે માટે બારમાસી પુલ બનાવી આપવા માંગ કરવામાં આવી છે.