ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ… કુંડલાના કેરાળાનું કિસ્મત ચમકી ઉઠયું

અમરેલી,અમરેલી જિલ્લામાં આજે પણ ઘણા ગામો એવા છે કે જયા આજે પણ એસટીે બસો પહોંચતી નથી અને ખરાબ હાલતમાં છે પણ કયારે કોઇ વિસ્તારનુ ભાગ્ય જાગે ત્યારે તેનો સીતારો કેવો ચમકે છે તે બાબત સાવરકુંડલાના કેરાળા ગામે દેખાઇ આવી હતી.
બે દિવસ પહેલા જ સાવરકુંડલાના કેરાળા ગામે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે સાડાસાત કરોડ જેવી રકમ કેરાળા ગામથી નિકળતા ચાર રસ્તાઓ માટે મંજુર કરી છે જેમા કેરાળાથી અમૃતવેલ, કેરાળાથીથી જુના સાવર, કેરાળાથી ક્રાંકચ, કેરાળાથી હઠીલાવાવનો સમાવેશ થાય છે.
એક માર્ગ માટે વલખતા ગામડાને જયારે ચાર ચાર નવાનકોર રોડ મળે ત્યારે તેનીે ખુશી પણ અનોખી હોય છે. આમ આ ચાર માર્ગ મંજુર થતા કેરાળા કોઇ મોટા વિકસીત દેશમાં હોય તેમ ત્યાના લોકોને લાગી રહયું છે અને તેમા પણ વિશેષ નોંધપાત્ર બાબત એ પણ છે કે, ક્રાંકચ નજીક ત્રણ હજાર વીઘા જેટલી ખેતીની જમીન રસ્તાના અભાવે લોકો વાવવા જઇ શકતા નહી ચોમાસામાં શેત્રુજી નદીમાં પુર આવે એટલે સીઝનના ટાણે રોડ બંધ થઇ જાય જેના કારણે ત્યા જમીનોના ભાવન પણ પાણીને પાડ હતા પણ હવે નવા માર્ગ મંજુર થતા જમીનોના ભાવો પણ ઉચકાશે અને લોકો ખેતી કરતા પણ થશે આ માટે ભાજપના પીેઢ આગેવાન શ્રી મનજીબાપા તળાવિયા સતત મહેનત કરતા હતા અનેતેમની મહેનત ફળી પણ હોય લોકો શ્રી મનજીબાપાને અભિનંદન પાઠવી રહયા છે.
માર્ગોના અભાવે શેત્રુજી કાંઠાના જીરા, આંબા ખાલપર, બવાડી, કેરાળા,ક્રાંકચ, મેકડા, ઇંગોરાળા, ઘોબા, ઠાસા જેવા અનેક ખારાપાટના ગામોના ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા સૌરાષ્ટ્રની સાથી મોટી શેત્રુજી નદી કાંઠાના ખેડુતોની મુશ્કેલી હલ કરવા બદલ શ્રી મનજીબાપાએ શ્રી નીતીનભાઇનો આભાર માન્યો હતો.