અમરેલી,
રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા જીલ્લા પોલીસ વડા હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ પેરોલ ફરાર કેદિઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ ના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ કે.જી.મયા, એ.એસ.આઈ હિંમતભાઈ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઈ બેરા, હે.કોન્સ.જયપાલસિંહ ઝાલા, પરેશભાઈ સોંદરવા, સતારભાઈ શેખ, કૃપાબેન પટોળીયા, ધરતીબેન લીંબાસીયાએ ચિતલના જસવંત ગઢમાં અનવર ઉર્ફે અનું ઉર્ફે ભુરો હનિફભાઈ બીલખીયા ખુનના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ચિતલ જસવંત ગઢ ગામેથી પકડી બાકી રહેતી સજા ભોગવવાં રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરી .