ખુનના ગુન્હામાં વચગાળામાં જામીન પરથી ફરાર થઇ ગયેલ કેદી ઝડપાયો

અમરેલી,
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરીની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.12/05/2022 ના રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 143/2011, આઇ.પી. સી. કલમ 302, 307 વિ. મુજબના ગુનાના કામે નામદાર એડી.સેશન્સ કોર્ટ, અમરેલી દ્વારા આજીવન કેદની સજા થતાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ પાકા કામના કેદીને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.24/04/2022 થી તા.08/05/2022 એમ દિન-15 માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. કેદીને તા.09/05/2022 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે રાજકોટ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. આ કેદી જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે બસસ્ટેશન પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી મેળવી આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી લખધીરસિંહ ઉર્ફે ભીખો કાળુભાઇ સરવૈયા, ઉં.વ.42, રહે.ચિત્તલ, તા.જિ.અમરેલી. પાકા કામના કેદી નંબર 46757, રાજકોટ મધ્યસ્થ જેલ ને પકડી પાડી, બાકી રહેતી સજા ભોગવવા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા જાફરાબાદ મરીન પોલીસસ્ટેશનમાં સોંપી આપેલ છે.