ખેડુતોનાં 300 કરોડની નુક્શાનીનાં દાવા ચુકવાયા નથી

અમરેલી,
પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત વર્ષ 2019-20માં ગુજરાત રાજ્યમાં થયેલ નુક્શાનીનાં દાવા (ક્લેઇમ) ની રકમ રૂપિયા 250 થી 300 કરોડની વિમા કંપની દ્વારા ગણતરી કરેલ અને ખેડુતો દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા નિયમ મુજબ થતી સબસીડી પેટે પ્રિમીયમ ન ચુકવાતા ખેડુતોનાં નુક્શાનીનાં મળવા પાત્ર દાવા એક વર્ષથી ચુકવાયેલ નથી.
વાસ્તવમાં સબસીડી (પ્રિમીયમ) તેની સમય મર્યાદામાં ચુકવવામાં આવી જોઇએ જે આજદીન સુધી ચુકવેલ નથી અને આના કારણે ખેડુતોને હેરાનગતી સહન કરવી પડે છે. સરકારનાં આ વલણથી ખેડુતોને ભારે સહન કરવું પડે છે. તત્કાલ રકમ ચુકવવા માંગ ઉઠી છે. તેમ ખેડુત આગેવાન સાવજભાઇ લાખણોત્રાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.