ખેડુતો માટે 3.68 લાખ કરોડની યોજનાને વધાવતા શ્રી સંઘાણી

અમરેલી,
ધરતી માતાના પુન:સ્થાપન, જાગૃતિ લાવવા, પોષણ અને સુધારણા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (ભભઈછ) દ્વારા આજે કુલ રૂ. 3,70,128.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે આવિષ્કારી યોજનાઓના અનન્ય પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સમૂહ ટકાઉક્ષમ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોની એકંદર સુખાકારી અને આર્થિક સુધારણા પર કેન્દ્રિત છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વેગ લાવશે, કુદરતી/જૈવિક ખેતીને મજબૂત બનાવશેઉત્પાદકતાને પુનજીર્વિત કરશે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે શ્રી નરેન્દ્રભાઇ મોદીઆ આ પગલાને આવકારી ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ તેમનો આભાર માન્યો છે.શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ છે કે, સંતુલિત ખાતર અને વૈકલ્પિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક પેકેજ ઇફકો યુરિયા સબસિડી,પીએમ-પીઆરએએનએએમ યોજના, ઓર્ગેનિક ઉત્પાદનો માટે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (સ્ઘછ) અને વૈકલ્પિક અને સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 3.68 લાખ કરોડના પેકેજની કેબિનેટની મંજૂરીને  ધરતી માતાના પુન:સ્થાપન, જાગૃતિ લાવવા, પોષણ અને સુધારણા માટે પીએમ કાર્યક્રમ – સલ્ફર કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ)નો પ્રારંભ; જમીનમાં સલ્ફરની ઉણપને દૂર કરવા અને ખેડૂતોનો ઇનપુટ ખર્ચ બચાવવા માટે આ શરૂઆત કરી. મંજૂર કરવામાં આવેલી યોજનાઓથી રાસાયણિક ખાતરોનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ મળશે, જેનાથી ખેડૂતોને ખેતીના થતા ખર્ચમાં ઘટાડો થશે. કુદરતી/જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાથી, નેનો ફર્ટિલાઇઝર્સ અને જૈવિક ખાતરો જેવા આવિષ્કારી અને વૈકલ્પિક ખાતરોની મદદથી આપણી ધરતી માતાની ફળદ્રુપતાને પુન:સ્થાપિત કરવામાં મદદ મળશે.દેશ 2025-26 સુધીમાં યુરિયા બાબતે આત્મનિર્ભર બનવાના માર્ગે છે, નેનો યુરિયા ઇકો સિસ્ટમ મજબૂત થઇ, ખેડૂતોની સુખાકારી વધારવા, જમીનની ઉત્પાદકતાને ફરી સજીવન કરવા અને ખાદ્ય સુરક્ષા તેમજ પર્યાવરણીય ટકાઉક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ભભઈછ દ્વારા યોજના સમૂહને મંજૂરી આપવામાં આવી એ યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી; 3 વર્ષ (2022-23 થી 2024-25) સુધી યુરિયા સબસિડી માટે રૂ. 3,68,676.7 કરોડની પ્રતિબદ્ધતા બતાવી વેલ્થ ફ્રોમ વેસ્ટના મોડેલનું દૃષ્ટાંત પૂરું પાડવા માટે બજાર વિકાસ સહાય (સ્ઘછ) યોજના માટે રૂ. 1451 કરોડ મંજૂર; જમીનને સમૃદ્ધ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત તેમજ સ્વચ્છ રાખવા માટે ગોબરધન પ્લાન્ટમાંથી પરાળી અને જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવશે,સલ્ફર કોટેડ યુરિયા (યુરિયા ગોલ્ડ)નો પ્રારંભ; જમીનમાં સલ્ફરની ઉણપને દૂર કરવા અને ખેડૂતોનો ઇનપુટ ખર્ચ ઓછો કરવા માટે આ શરૂઆત કરી. આજની કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ તેમના મંત્રી મંડળ દ્વારા ખેડૂતોના હિતમાં રાહત પેકેજ જાહેર કરેલ છે અને અન્ય યોજનાઓ પણ જાહેર કરેલ છે જેમને ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ સ્વાગત કરી આવકારેલ છે