ખેડૂતોના પ્રશ્ર્ને પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલાં જ લલિત વસોયાની અટકાયત

સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહૃાો છે. ત્યારે આ ભારે વરસાદના કારણે વિવિધ જીલ્લાઓમાં અતિવૃષ્ટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓ પ્રતિક ઉપવાસ પર બેસવાના હતા. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય લલિત વસોયા ખેડૂતોના પ્રશ્ર્ન મુદ્દે પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા તેમની અટકાત કરવામાં આવી હતી.
ધારાસભ્ય લલિત વસોયા ખેડૂતોના પ્રશ્ર્ન મુદ્દે પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા તેમની અટકાત કરવામાં આવી
પ્રતિક ઉપવાસ માટે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જેથી તેમની પીપીઈ કીટ પહેરી આવેલી પોલીસે અટક કરી. ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં અતિવૃષ્ટિ અને ભાદર, વેણુ, અને મોજ નદીમાં પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારની અંદૃાજે ત્રણ હજાર વિઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે.
જેથી કોઈપણ પ્રકારનો સર્વે કે સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવામાં ન આવતા લલિત વસોયાએ ઉપવાસનું હથિયાર ઉગામ્યુ હતુ.