ખેડૂતોના હીત માટે જાહેર કરાયેલ રૂા. 3700કરોડ ના સહાય પેકેજનેઆવકારતાસાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

  • પેકેજ થી રાજયના 27 લાખ ખેડૂતોને નુકશાનીમાં સહાયનો લાભ મળશે ડી.બી.ટી.ના માધ્યમથી સીધી જ ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે
  • અતિ વરસાદને લીધે ગુજરાતની સંવેદનશીલ રૂપાણી સરકાર 

ગુજરાત રાજયની સંવેદનશીલ સરકારના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તરફથી વિધાનસભામાં નિયમ-44 અન્વયે રાજયના ખેડૂતોને આ વષે ખરીફ ૠતુમાં અતિ વરસાદ થી થયેલ પાક નુકશાન સામે જાહેર કરવામાં આવેલ રૂા. 3700 કરોડના સહાય પેકેજને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે.પેકેજ અંગે વાત કરતા સાંસદશ્રીએ જણાવેલ છે કે, કેન્ની મોદી સરકારે કૃષિ સુધાર બીલ થી ખેડૂતોને દેશના કોઈપણ સ્થળે તેમનો માલ વેચવા માટેની ભેટ આપેલ છે ત્યારે રાજયની રૂપાણી સરકાર પણ ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. રાજયમાં આ વષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડેલ હોવાને લીધે ખેડૂતોએ વાવણી પણ સમયસર કરેલ પરંતુ રાજયમાં સમયાંતરે ઠેર ઠેર પડેલ ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયેલ હતુ. જેના અનુસંધાને રાજયની રૂપાણી સરકાર તરફથી રૂા. 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે.સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, આ પેકેજ અંતગત રાજયના ર7 લાખ જેટલા ધરતીપુત્રોને નુકશાની સહાયનો લાભ મળશે અને 33 ટકા કે તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ બે હેકટર માટે હેકટર દીઠ રૂા. 10 હજારની સહાય મળી રહેશે. ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ તેને રૂા. પ હજારની સહાય ચુક્વવામાં આવશે. આ પેકેજમાં ર0 જીલ્લાના 1ર3 તાલુકાના 37 લાખ હેકટર વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. જેમાં અમરેલી સંસદીય વિસ્તારના ધારી, બગસરા, ખાંભા, અમરેલી, કુંકાવાવ, લાઠી, બાબરા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા, જાફરાબાદ, મહુવા અને જેસર તાલુકાઓનો સમાવેશ થયેલ છે. ગારીયાધાર તાલુકો કોઈ કારણોસર બાકી રહી જવા પામેલ છે, આ સહાય પેકેજમાં તેનો પણ સત્વરે સમાવેશ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી, નાયબમુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલ છે.