ખેડૂતોની પાયમાલી નોતરતા ખરડાનો દેશભરમાં વિરોધ

  • કોઈ પક્ષ ખેડૂતોની કૃષિ ભૂમિની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે

અમરેલી,
ખેડૂતોના વિરોધ છતાંય મોદી સરકાર એ કૃષિ સંબંધી બે બિલ લોકસભામાં પાસ કરાવી લીધા છે. એનડીએની સહયોગી શિરોમણિ અકાલી દળથી આવનારી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે તેના વિરોધમાં રાજીનામું આપી દીધું. ખેડૂત નેતાઓમાં પણ સરકારની વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે. તેમનું કહેવું છે કે બિલ એ અન્નદાતાઓની મુશ્કેલીઓ વધારશે જેઓએ અર્થવ્યવસ્થાને સંભાળી રાખી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોઈ પણ વિવાદ થતાં તેનો નિર્ણય સમાધાન બોર્ડમાં થશે. જેના સૌથી વધુ પાવરફુલ અધિકારી એસડીએમને બનાવવામાં આવ્યા છે. તેની અપીલ માત્ર ડીએમ એટલે કે જિલ્લા કલેક્ટરને ત્યાં થશે.રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય બિનોદ આનંદ મુજબ, તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે જોડાયેલા મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (બંદોબસ્ત અને સુરક્ષા) સમજૂતી અને કૃષિ સેવા બિલની એક જોગવાઈ ખૂબ ખતરનાક છે. હકીકતમાં કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ ત્રણ બિલનો છે. તેમની સમગ્ર માહિતી સમજવા માટે થોડા મહિના પાછળ જવું પડશે. જ્યારે દેશમાં લોકડાઉન હતું ત્યારે આ ત્રણેય બિલોને વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યાં હતાં. તેના દ્વારા ખેડૂતોની આવક વધારવા, પાક કે ઉત્પાદનોના જોખમને ખતમ કરવા અને પાકને યોગ્ય મૂલ્ય મળવાની દિશામાં યોગ્ય પગલું લેવાની તૈયારી હતી.હવે તેને વિસ્તારથી સમજીએ. પહેલુ બિલ છે જરૂરી વસ્તુ (સંશોધન બિલ), બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્યવસાય (સંવર્ધન અને સરલીકરણ) બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત (સશસ્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. અલગ અલગ સમસ્યા છે પરંતુ એક કોમન સમસ્યા છે જે આ બિલ સામે થયેલા વિરોધનો આધાર છે તે છે ટેકાનો ભાવ એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમ.એસ.પી.). વિશ્લેષકો અને ચિંતકોનું કહેવું છે કે ત્રણ બિલોમાં ટેકાના ભાવ (એમ.એસ.પી.)નો એકવાર પણ ઉલ્લેખ નથી અને આ કારણે તેમને ડર છે કે સરકાર ક્યાંક તેના દ્વારા એમ.એસ.પી. વ્યવસ્થા ખતમ તો કરવા નથી ઈચ્છતી ને. જો કે સરકારે કહ્યું છે કે એમ.એસ.પી.ને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્યા નથી.કેન્દ્ર સરકાર કાયદા તરીકે જે વ્યવસ્થા લાગુ કરી રહી છે તેને જોઈએ તો તેમાં કેટલાક મૂળભૂત ફેરફાર કરીને નવી જોગવાઈ મૂકવામાં આવી છે.તેમ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું છે.