- ખાંભા તાલુકાનો રાયડી ડેમ ઓવરફલો થતા
- જાફરાબાદનાં નાગેશ્રી, મીઠાપુર, રાજુલાનાં સાજણવાવમાં ભારે નુક્શાન
અમરેલી,
અમરેલી જીલ્લામાં પડેલ વરસાદને લીધે ખાંભા તાલુકામાં આવેલ રાયડી ડેમ ઓવરફલો થતા ડેમ નીચે આવતા જાફરાબાદ તાલુકાના નાગેશ્રી અને મીઠાપુર તથા રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ હોવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને સ્થાનિક આગેવાનો અને ખેડૂતો રા જાણ કરાતા સાંસદશ્રીએ તાત્કાલીક ગુજરાત સરકારના માન. કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ, માન. પ્રભારી મંત્રી શ્રી ધમેન્સિંહ જાડેજા (હકુભા), અમરેલી કલેકટર શ્રી આયુષકુમાર ઓક અને જીલ્લા ખેતીવાડી અધિકા2ી શ્રી કાનાણીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી રાયડી ડેમ હેઠળ આવતા તમામ ગામોમાં નુકશાનીનો સવે કરાવવા અને ખેડૂતોને થયેલ નુકશાનનું તેમને સત્વરે વળતર મળી રહે તે માટેની કાયવાહી કરવા અસરકારક રજૂઆત કરેલ છે.