ખેડૂત આંદોલનને લઈને હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મૌન તોડ્યું

ખેડુતોના વિરોધનો પડઘો હવે ફક્ત રસ્તા પર જ નહીં, સોશિયલ મીડિયા પર પણ પડી રહૃાો છે. જ્યારે હોલીવુડના સેલેબ્સે ખેડૂતોના હક માટે પોતાનો અવાજ ઉઠાવ્યો ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. બોલિવૂડ પણ આ મામલે બે મોરચે લડતા જોવા મળે છે. હોલીવુડ સેલેબ્સે રીહાન્ના, મિયા ખલિફાના ટ્વિટ બાદ અક્ષય કુમાર, લતા મંગેશકર, સુનિલ શેટ્ટી, અજય દેવગણ, કંગના રનૌત સહિતના ઘણા સેલેબ્સના ટ્વીટ્સે દેશની એકતા જાળવી રાખી હતી અને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવનારાઓથી બચીને રહેવા કહૃાું હતું. પરંતુ બોલિવૂડના ત્રણ ખાન આ મામલે અત્યાર સુધી મૌન રહૃાા હતા,

હવે બોલિવૂડના ‘ભાઈજાન એટલે કે સલમાન ખાને આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. બોલીવુડ સ્ટાર સલમાન ખાનને મુંબઈમાં મ્યુઝિક શોના લોકાર્પણ દરમિયાન ખેડુતોના વિરોધ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલીવુડ સ્ટારે આ સવાલનો જવાબ ખૂબ જ સંતુલિત રીતે આપ્યો. તેણે કહૃાું કે યોગ્ય કામ કરવું જોઈએ. સાચી વસ્તુ કરવી જોઈએ અને સૌથી ઉમદા કામ કરવું જોઈએ.

જ્યારે શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાંત કપૂરે, ખેડૂતોના આ પ્રખ્યાત આંદોલન અંગે પોતાનો અભિપ્રાય આપતા કહૃાું કે, આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવો જોઇએ. બંનેએ આશા વ્યક્ત કરી કે આ મુદ્દાને વહેલી તકે કોઈ નિરાકરણ મળી જશે. ગાયકો મીકા અને શાને ખેડૂતોને તેમના દાતા તરીકે ઓળખાવતા કહૃાું હતું કે આ મુદ્દાને વાતચીત દ્વારા અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. તેમણે કહૃાું કે આ મુદ્દાનો નિરાકરણ વાતચીતમાંથી બહાર આવશે અને જેટલું જલદૃી થાય એટલું વહેલા તેનો ઉકેલ લાવવો જોઇએ.