ખેતીપ્રધાન અમરેલી જિલ્લાની આર્થિક કમર ભાંગી નાખતી અતિવૃષ્ટિ

  • 110 ટકાથી માંડી 183 ટકા સુધી પડેલા વરસાદથી ખેડુતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો
  • વડીયા, રાજુલા, બગસરા, જાફરાબાદ, ખાંભા પંથકમાં દોઢસો ટકા ઉપર વરસાદ પડતા અને એક ધારા વરસાદથી તલ, મગફળીને નુકશાન : કપાસને બીજા વર્ષે પણ ફટકો
  • બગસરા રાજુલામાં 46 ઇંચ, અમરેલીમાં 38, ખાંભામાં 41, જાફરાબાદમાં 45, ધારીમાં 26, બાબરામાં 36, લાઠીમાં 32, લીલીયામાં 40, વડીયામાં 44, કુંડલામાં 38 ઇંચ

અમરેલી,
એક તરફથી કોરોનાએ આર્થિક સ્થિતી ખરાબ કરી નાખી છે ત્યારે અમરેલી જિલ્લામાં 110 ટકાથી માંડી 183 ટકા સુધી પડેલા વરસાદથી ખેડુતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે અને ખેતીપ્રધાન અમરેલી જિલ્લાની આર્થિક કમર ભાંગી નાખી છે વડીયા, રાજુલા, બગસરા, જાફરાબાદ, ખાંભા પંથકમાં દોઢસો ટકા ઉપર વરસાદ પડતા અને એક ધારા વરસાદથી તલ, મગફળીને નુકશાન થયુ છે જ્યારે કપાસને બીજા વર્ષે પણ મરણતોલ ફટકો પડયો છે મગફળીમાં હજુ પણ ક્યાંક થોડો ઘણો પાક આવવાની આશા છે પણ કપાસ સતત બીજા વર્ષે નિષ્ફળ ગયો છે અમરેલી જિલ્લામાં સીઝન દરમિયાન બગસરા રાજુલામાં 46 ઇંચ, અમરેલીમાં 38, ખાંભામાં 41, જાફરાબાદમાં 45, ધારીમાં 26, બાબરામાં 36, લાઠીમાં 32, લીલીયામાં 40, વડીયામાં 44, કુંડલામાં 38 ઇંચ વરસાદ પડયો છે અને હજુ ચોમાસુ પોણુ જ ગયુ છે ચોમાસુ લંબાય તેવી શક્યતા છે શિયાળુ અને ઉનાળુ પાક સારા પાણીથી ખુબ આવશે પણ અત્યારે તો ધરતીપુત્રોની મહેનત ઉપર મેઘરાજાના વ્હાલે વિપરીત અસર કરી છે.