ખોડીયાણા પાસે વાહને બાઇકને હડફેટે લેતા બે ના મોત

અમરેલી,
ગીરગઢડા તાલુકાના સોનારીયા ગામે રહેતા બાલુભાઈ કરશનભાઈ સરવૈયા તથા વિનુભાઈ માધાભાઈ બાઈક લઈને જતા હતા. ત્યારે ગોપાલ નમકીનનાં ટાટાના બંધ બોડીના વાહનએ પુર ઝડપે અને બે ફીકરાઈથી ચલાવી બાઈક સાથે ભટકાવી બંનેને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ કરી મોત નીપજાવી ચાલક પ્રતાપ બાવકુભાઈ ખુમાણ નાસી ગયાની મધ્ાુભાઈ ઉર્ફે ચીથરભાઈ કરશનભાઈ સરવૈયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પીએસઆઈ આર.એલ. રાઠોડએ આરોપી પ્રતાપ બાવકુ ખુમાણને ઝડપી પાડયો હતો.ખોડીયાણા થી ખાંભા જવાના રોડ ઉપર બનેલ અકસ્માત બનાવ મુજબ આ કામના ફરીયાદીના ભાઇ મરણજનાર (1)બાલુભાઇ કરશનભાઇ સરવૈયા રહે.સોનારીયા તથા તેની સાથે મરણજનાર વિનુભાઇ માધાભાઇ વાળા રહે.કુંડલીયાળા વાળાનુ મો.સા. સાથે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાની વાહન બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે પુર ઝડપે ચલાવી ભટકાવી મરણજનાર બંન્ને ને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ કરી મોત નીપજાવી આરોપી નાસી જઇ ગુન્હો આચરેલ હોય જે ગુન્હો અનડીટેકટ અકસ્માત નો ગુન્હો આજરોજ તા.27/08/2023 ના રોજ દાખલ થતા આ કામે સદરહુ ગુન્હો ડીટેકટ કરવા સબબ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમ ને કામે લગાડી હયુમન સોર્સીસ ના આધારે તેમજ સીસીટીવી ફુટેજ ચેક કરાવી વાહન ના નંબર મેળવી ઇ-ગુજકોપ મા વાહન નંબર સર્ચે કરી વાહન માલીકનો સંપર્ક કરી સદરહુ ગુન્હાના આરોપી પ્રતાપભાઇ બાવકુભાઇ મકવાણાને ગણતરી ની કલાકોમા શોધી કાઢવામા આવેલ છે.