બાબાપુર,
ગીર પંથકમાં વરસાદને કારણે પાણીની સતત આવક થઇ રહી છે જેથી ધારીનો ખોડીયાર ડેમ 70 ટકા ભરાયો છે જ્યારે હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીરના જંગલમાં સુપડાધારે મેઘો ખાબકતા ધારીના ખોડીયાર ડેમ 70 ટકા ભરાયો છે અને સિંચાઇ વિભાગ દ્વારા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ખોડીયાર ડેમ હાલમાં 68.90 ફુટ ભરાયો છે તેની ક્ષમતા 75 ફુટની છે આ ડેમના હેઠવાસમાં શેત્રુજીના તટકાંઠે આવેલા ધારી, બગસરા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ગારીયાધાર, પાલીતાણાના 46 ગામડાઓને એલર્ટ કરાયા છે.