ખોડીયા2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું

  • સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને રજુઆત થતાં ખેડુતોનાં હિત માટે તત્કાલ નિર્ણય લેવડાવ્યો તેથી ખેડુતોને પાક માટે મોટી રાહત થશે : ખેડુતોમાં ખુશી
  • ખોડીયાર સિંચાઇ યોજનાનો ડેમ સતત ઓવરફ્લો રહેતા પાણી વેસ્ટેજ ન જાય અને સિંચાઇમાં ઉપયોગી બને તે માટે સાંસદશ્રી કાછડીયાએ ધારદાર રજુઆત કરેલી

અમરેલી,હાલ ખેડૂતોના કપાસના ઉભા પાકને બચાવવા કેનાલ માફરતે પાણી છોડવા અંગે અમરેલી જીલ્લાના ખેડૂતો દ્રારા કરવામાં આવેલ રજૂઆતોના અનુસંધાને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી તાત્કાલીક સિંચાઈ વિભાગમાં આપવામાં આવેલ સૂચનાઓ અને કરવામાં આવેલ ત્વરીત કાયવાહીના પરીણામ સ્વરૂપે તા. 4/11/2020ના રોજ ખોડીયાર સિંચાઈ યોજના માંથી હાલમાં ઓવરફલો થઈ રહેલ પાણીને કેનાલ મારફતે છોડવામાં આવેલ છે. ખોડીયાર સિંચાઈ યોજના અંતગત કેનાલ મારફતે પાણી છોડતા ર0 થી રર ગામોના અંદાજિત 1500 હેકટરમાં અંદાજિત 1 હજાર થી પણ વધુ ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. ખેડૂતો દ્રારા કરવામાં રજૂઆતના અનુસંધાને કેનાલ મારફતે પાણી છોડવામાં આવતા તમામ ખેડૂતો વતી શ્રી બાબુભાઈ કોરાટ-કેરીયાચાડ, શ્રી રાવતભાઈ ધાધલ-કેરીયાચાડ, શ્રી લાભભાઈ અકબરી-વાંકીયા, શ્રી મનસુખભાઈ સાંગાણી-તરક્તળાવ, શ્રી વિપુલભાઈ કોઠીયા, શ્રી નાથાભાઈ માંડણકા, શ્રી રમણીકભાઈ માલવીયા, શ્રી અશોકભાઈ કકાણી, શ્રી રાજુભાઈ સુરાણી અને શ્રી સંજયભાઈ ગજેરાએ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યક્ત કરેલ છે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.