ગંભીરતાથી નહિ લેવામાં આવે તો કોરોના સીઝનલ બીમારી બની જશે: યુએન

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને વિદેશમાં તો બીજી લહેર અત્યંત ઘાતક નીવડી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ને એવી ચેતવણી આપવામાં આવી છે કે જો ગંભીરતાથી લક્ષ્ય આપવામાં ન આવે તો આ બીમારી સીઝનલ પણ બની શકે છે.

યુનોના નિષ્ણાંતોએ એમ કહૃાું છે કે જો આ મહામારી લાંબી ચાલશે તો ભયંકર પરિણામ આવી શકે છે અને તે સીઝનલ બીમારી પણ બની શકે છે અને કાયમ વિશ્વ આખાને પડકારી શકે છે. રિપોર્ટમાં એવી હકીકત રજુ કરવામાં આવી છે કે ચીનમાં પ્રથમવાર કોરોનાવાયરસ સામે આવ્યા બાદ એક વર્ષના ગાળા પછી અનેક રહસ્યો એ આ બીમારીને ઘેરી લીધી છે.

અત્યાર સુધી કોરોનાવાયરસ ને લીધે દુનિયાભરમાં ૨૦.૭ લાખ લોકો ના મૃત્યુ થઇ ગયા છે અને બીજી બાજુ દુનિયાભરમાં રસી પણ આપવામાં આવી રહી છે આમ છતાં કોરોનાવાયરસ નો ખતરો સતત દુનિયાભરમાં વધી રહૃાો છે તે ચિંતાની બાબત છે.

આ પ્રકારની સ્થિતિ એવી શંકા પેદા કરી રહી છે કે જો આ મહામારી સીઝન વાયરસ માં પરાવર્તિત થઈ જાય તો દરેક બદલતી મોસમમાં લોકોએ તેની સામે લડતા રહેવું પડશે અને દુનિયા આખી સામે એક ભયંકર પડકાર કાયમી ધોરણે માથા પર ઝળુંબતો રહેશે.

સંયુક્ત રાષ્ટ્રના વિશ્ર્વ હવામાન સંગઠન દ્વારા રચવામાં આવેલી ક્રાંતિને ટીમ દ્વારા ખાસ પ્રકાર નું સંશોધન કરવામાં આવ્યું છે અને હવામાં વિજ્ઞાન તેમજ વાયુ ગુણવત્તા ની અસર આ અંગે તપાસ કરવામાં આવી છે અને આ અભ્યાસ દરમિયાન એવો સંકેત મળ્યો છે કે કોરોનાવાયરસ મહામારી સીઝનલ વાયરસ તરીકે પરાવર્તિત થઈ શકે છે અને તે જોખમ બનેલું છે.