ગંભીરનો ધોની પર કટાક્ષ, કહૃાું- લોકો ફક્ત એક સિક્સર વિશે વાત કરે છે

ભારતીય ક્રિકેટ ટીમને આજથી ઠીક ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨ એપ્રિલ ૨૦૧૧ ના રોજ ૨૮ વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને પરાજિત કરી હતી અને મહેન્દ્રસિંહ ધોનીની અધ્યક્ષતામાં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.
ફાઈનલ મેચમાં ગૌતમ ગંભીર ૯૭ રન જ્યારે ધોનીએ અણનમ ૯૧ રન બનાવ્યા હતા. યુવરાજસિંહે અણનમ ૨૧ રન ઉપરાંત ૨ વિકેટ પણ ઝડપી હતી. ફાસ્ટ બોલર ઝહિર ખાને પણ ૨ વિકેટ લીધી હતી. ધોનીએ ટીમ ઈન્ડિયાને સિક્સર ફટકારી શાનદાર જીત અપાવી હતી. મુનાફ પટેલને ભલે ફાઈનલમાં કોઈ વિકેટ મળી નહોતી પરંતુ તેણે વધારે રન પણ આપ્યા ન હતા.
આ જીતને યાદ કરતાં ગંભીરે કહૃાું, વર્લ્ડ કપના વિજયના સંભવત ૧૪ ગુમનામ હીરો હતા. મુનાફ, હું, હરભજન સિંહ અને વિરાટ કોહલી જેમણે પ્રથમ મેચમાં સદી ફટકારી હતી, સુરેશ રૈના જેમણે પાકિસ્તાન સામે નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. ઉપરોક્ત તમામ ખેલાડીઓનું યોગદાન અતુલ્ય હતું. જો હું આજથી ૧૦ વર્ષ પહેલાં જોઉં તો મને લાગે છે કે યુવરાજને ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનાવવામાં આવ્યો હોવા છતાં, તે ‘ગુમનામ હીરો રહૃાો હતો. તમે તેમના વિશે વાત નથી કરતા, લોકો ફક્ત એક સિક્સર વિશે વાત કરે છે. આ બધાના યોગદાનથી જ ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યુ હતું.