લગભગ ૨૦ વર્ષથી રશિયા પર ‘રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતા વર્ષની શરૂઆતમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પુતિનને રાજીનામું આપવાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીન કબાઇવા અને તેમની બે દીકરીઓએ કરી છે. દાવો કરાઇ રહૃાો છે કે પુતિન પાર્કિંસન બીમારીથી ઝઝૂમી રહૃાા છે. તાજેતરમાં આવેલી તસવીરો બાદ પુતિનની બીમારીની અટકળો વધુ તેજ થઇ ગઇ છે.
મોસ્કોના રાજકીય વિજ્ઞાની વલેરી સોલોવેઇએ બ્રિટિશ અખબાર ધ સન એ કહૃાું કે રૂસી રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની બે દીકરીઓ પુતિનને રાજીનામું આપવા માટે જોર આપી રહૃાા છે. તેમણે કહૃાું કે પુતિનનો એક પરિવાર છે અને તેમનો રશિયન રાષ્ટ્રપતિ પર ઘણો ઉંડો પ્રભાવ છે. પુતિન જાન્યુઆરીમાં સત્તા બીજા કોઇને સોંપી શકે છે. તેમણે કહૃાું કે શકય છે કે રાષ્ટ્રપતિ પાર્કિંસનથી ઝઝૂમી રહૃાા છે અને તાજેતરની તસવીરોમાં તેમની આ બીમારીના લક્ષણ દેખાયા છે.
પુતિન તાજેતરમાં જ સતત પોતાના પગ આમ તેમ કરતા દેખાયા હતા અને ધ સનના નિષ્ણાતોના મતે રૂસી રાષ્ટ્રપતિ દર્દથી પીડાતા હતા. આ દરમ્યાન પુતિને એક હાથમાં કંઇક લીધું હતું અને નિષ્ણાતોનો દાવો છે કે તેમાં દવાઓ હતી. પુતિનના રાજીનામાંની અટકળો એવા સમયે તેજ થઇ ગઇ છે જ્યારે રૂસી સાંસદ એક બિલને લાવવા પર વિચાર કરી રહૃાા છે તેના અંતર્ગત ગુનાહિત કાર્યવાહીથી તેમને આજીવન છૂટ મળી જશે.
આ નવા બિલને ખુદ પુતિને જ રજૂ કર્યું હતું અને તેમના મતે પુતિનને જીવતા રહેવા સુધી તેમને કાયદાકીય કાર્યવાહીથી છૂટ રહેશે અને રાજ્યની તરફથી તેમને તમામ સુવિધાઓ મળતી રહેશે. રૂસની સરકારી ચેનલ આરટીના મતે આ બિલ રૂસમાં સત્તાના હસ્તાંતરણના સંકેત છે. પહેલી વખત એવું નથી બન્યું કે જ્યારે લોકોએ એવી અટકળો લગાવી છે કે પુતિનને પાર્કિંસનની બીમારી છે. સોલોવેઇ એ કહૃાું કે ટૂંક સમયમાં એક નવા પીએમ બનાવામાં આવશે અને તેમને પુતિનના સંરક્ષણમાં ટ્રેનિંગ આપવામાં આવશે.