ગઢડા,સૌરાષ્ટ્રની ધન્ય ધરાગઢપુરના આંગણે બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા સ્થાનિક રૂપે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવ સંખ્યા કરતાં પણ ગુણવત્તાની દૃષ્ટિએ અતિ ઉચ્ચ ગૌરવને પ્રાપ્ત કરી રહ્યો છે.ગઈકાલે ગઢડાની પવિત્ર ઘેલા નદીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિઓનું પ.પૂ.મહંત સ્વામી મહારાજના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું.સાંજે મહોત્સવના વિશાળ સભામંડપમાં સૌરાષ્ટ્રના વંદનીય સંતો-મહંતોનું સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે અનેક ગણમાન્ય ભાવિકો અને મહાનુભાવોઉપસ્થિત રહ્યા હતા.