ગીર સોમનાથ જિલ્લાના ગઢડામાં રહેણાંક વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદૃેહ મળી આવ્યો હતો. જેથી ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવી હતી. વનવિભાગે તપાસ કરતા દીપડાનું મોત ઉંમર થતાં નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની વિગત અનુસાર ગઢડાના પેટ્રોલ પંપ પાછળ આવેલા રહેણાંક વિસ્તાર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી દીપડાનો મૃતદૃેહ મળ્યો હતો. જે મકાનના બાંધકામનું કામકાજ ચાલુ હતું તે મકાનમાંથી આજે સવારે દીપડાનો મૃતદૃેહ મળી આવ્યો હતો. મહત્વનું છે રાત્રીના સમયે શિકારની શોધમાં દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. જે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દીપડાનું મોત ઉંમરના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.