ગઢડા વિધાનસભાની બેઠકમાં ભાજપમાંથી ટીકીટની દાવેદારી કરતા શ્રી શાંતિલાલ રાણવા

  • ગઢડા, ઉમરાળાનાં સ્વ.ધારાસભ્યશ્રી મગનભાઇ રાણવાનાં સુપુત્ર શ્રી શાંતિભાઇને સમર્થન

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)

અમરેલીના વતની એવા 1990માં ભાજપમાંથી જંગી બહુમતિથી કોગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ગોહિલને હરાવીને ધારાસભ્ય તરીકે ચુંટાયેલા સ્વ. મગનભાઈ રાણવાના સુપુત્ર અમરેલી જિલ્લાના ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ તથા ગામ અમરપુર (વરૂડી) ગામના સરપંચ એવા હાંરિલાલ રાણવાએ આગામી ગઢડા બેઠકની પેટા ચુંટણીમાટે ટીકીટની દાવેદારી નોંધવી છે. શાંતિલાલ રાણવાની યાદી જણાવે છે. મારા સ્વ. પિતાશ્રી મગનભાઈ એ પોતાના ટુંકા કાર્યકાળ દરમ્યાન પણ લોકોના દિલ જીતીને અપાર- લોકચાહના મેળવી હતી ગઢડા વિસ્તારમાં 120 ગામોને પ્રવાસ વારંવાર કરતાં લોકોના પ્રશ્ર્નો એકઠા કરીને ઉકેલ લાવતાં હતા.તેવા અભિગમ સાથે જ હાલ અમો ભાજપના એક અદના કાર્યકર તરીકે કામ કરી રહયા છીએ તેથી આજે 30 વર્ષ બાદ ફરી અમોને રાણવા પરિવારનાં સભ્ય તરીકે તક આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ ભાવનગર, બોટાદ તથા ગઢડા- ઉમરાળા-વલ્લભીપુર તાલુકાના સંગઠનનાં તમામ મોવડીઓ, કાર્યકરો આગેવાનોને મને પસંદ કરીને તક આપવા વિનંતી કરૂ છું મારા પિતાશ્રી સાથે આ વિસ્તારના આગેવાનો સર્વશ્રી પેથાભાઈ આહિર, સુરેશભાઈ ગોધાણી, કિરીટભાઈ હુંબલ, અજીતસિંહ ગોહિલ,દિલીપભાઈ સેટા,રસિકભાઈ ભીંગરાડીયા, રસિકભાઈ સવાણી, પ્રતાપભાઈ આહિર વિગેરે હજારો નામી-અનામી આગેવાનો વડીલોને વિનંતી છે કે મને આ વખતે તક આપો ગઢડા વિસ્તારની આમ પ્રજાને હું કોલ આપું છું કે પુરી વફાદારી સાથે આ વિસ્તારની સેવા કરીશ તેમ શ્રી શાંતીલાલ રાણવાની યાદી જણાવે છે.