અમરેલી,
અમરેલી અને શહેર અને જીલ્લામાં ગણેશ ચોથથી શરૂ થતા દસ દિવસના ગણપતિ મહોત્સવ માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરી છે. વરસાદી વાતાવરણના કારણે આયોજકો દ્વારા અગાઉથી જ વોટર પ્રુફ પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.પંડાલો આસપાસ ધજાપતાકા રોશની અને લાઈટોથી ડેકોરેશન કરવામાં આવેલ છે.અમરેલીના લાઠી રોડ ઉપર છેલ્લા ત્રણ માસથી કારીગરો દ્વારા ગણપતિદાદાની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી હતી.જે મુર્તિઓ ગણપતિ ચર્તુથી પહેલા બે દિવસથી આયોજકો અને લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. જેમા મંગલ મુર્તિ રૂ/-150 તેમજ અન્ય નાનીમોટી મુર્તિઓ 1500 ,2000 થી માંડી 5 થી 6 હજાર સુધીની મુર્તિઓનું કારીગરો દ્વારા વેચાણ કરવામાં આવી રહયું છે. જયારે અમરેલી સીનીયર સીટીઝન પાર્કમાં માટીની ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાનીમુર્તિઓનું વેચાણ કરવામાં આવી રહયું છે.અમરેલી શહેરના નાગનાથ મહાદેવ ગણપતિ મહોત્સવ , સરકારવાડા પંચમુખી હનુમાન મંદિર પાસે , સીનીયર સીટીઝન પાર્ક , શીતલ આઈસ્ક્રીમ દ્વારા અટલ પાર્ક તેમજ અમરેલી શહેરના જુદા જુદા સોસાયટી વિસ્તારો શેરી મહોલ્લાઓમાં તેમજ કેટલાક લોકો પોતાના ઘરે પણ ગણપતિ દાદાની સ્થાપના કરશે.અમરેલી શહેર અને જીલ્લામાં દસ દિવસ ચાલનારા ગણપતિ મહોત્સવ દરમ્યાન પુજન અર્ચન ભોગ આરતી તેમજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવેલ છે.અમરેલી ચકકરગઢ રોડ રામપાર્ક સોસાયટી ગંગાનગર-1 માં જાગૃત હનુમાન યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવમાં ગણેશજીની બાર મુર્તિઓ અલગ અલગ સ્વરૂપમાં આયોજન કરેલ છે. તો ધાર્મિકજનોએ દાદાના દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા જણાવેલ .