- ટ્વીટ કરીને પુછ્યું, ‘૧૬-૧૬ કરોડમાં કોણ વેચાયું?
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોની પેટાચૂંટણીઓ માટે શંખનાદ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરીને તેમને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહૃાા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહૃાા છે. ગુજરાત કોંગ્રેસે પેટાચૂંટણીને લઈને નવું અભિયાન જાહેર કરી દીધું છે. પેટાચૂંટણીઓમાં કોંગ્રેસના નવું અભિયાનનું નામ ‘ગદ્દાર જયચંદો જવાબ આપોના નામે ચલાવશે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાલ ટ્વિટર યુદ્ધ શરૂ કર્યું છે, જેમાં તેમણે પક્ષપલટુંઓ પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર પક્ષપલ્ટુઓ પર પેટાચૂંટણીના પ્રચારમાં ખરીદ વેચાણના આરોપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર પર એક ટ્વિટ કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ટ્વિટ કરીને પક્ષપલ્ટુઓને પુછ્યું છે કે ‘૧૬ ૧૬ કરોડમાં કોણ વેચાયું?
બીજી બાજુ કોગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પક્ષપલ્ટુઓને લઈને અનેક વેધક સવાલો પૂછીને તેમની બોલતી બંધ કરી દીધી છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે, હાલ સમગ્ર ગુજરાતનો એક જ સવાલ છે. બેરોજગાર યુવાનોને નથી મળતી છોકરી, ત્યારે તમે શુ કામ પાટલી બદલવાની કરી નોકરી? ઘરે ઘરે છે મોઘવારીની મોકાણ, છતાંય તમે કેમ થોપ્યો ચુંટણીનો ભાર? ગદ્દાર જયચંદો જવાબ આપો. કાળા ધનના કોથળે કોણ કોણ તોલાયુ, અમારી પર આર્થિક મંદીનો માર છતાં તમે કઈ રીતે થયા છો માલામાલ. અમારા મતરૂપી દાનનુ તમે કેવી રીતે કર્યુ વેચાણ? અમારા સામુહિક વિશ્વાસનુ તમે કેવી રીતે કર્યુ વેચાણ? અમે નેતા સમજીને તમને ચુંટયા પછી, તમે ભવાઈનુ પાત્ર કેમ ભજવ્યુ. કાળા ધનના કોથળે કોણ કોણ તોલાણુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ બન્ને પક્ષોના નેતાઓ એક બીજા પર ખરીદ વેચાણને લઈને આક્ષેપો કરી રહૃાા છે. ગઈકાલે (શુક્રવારે) ધારી વિધાનસભાના ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાએ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૃુઘાતને વકીલ મારફતે નોટિસ મોકલાવી છે. શુક્વારે લે કોંગ્રેસની સભામાં દૃુધાતે કાકડીયાએ ૧૬ કરોડ લઈને ભાજપમાં જોડાયા હોવાનું ભાષણ કરી ગંભીર આક્ષેપ કર્યા હતા. જયસુખ વેચાયો હોવાનો શબ્દો દૃુધાતે ભાષણમાં વાપર્યા હતા. જેથી જે.વી.કાકડીયાએ માનહાનિ કર્યાની નોટિસ મોકલાવી છે. જેમાં પ્રતાપ દૃુધાત જાહેરમાં માફી માંગે અને જાહેરસભા તથા મીડિયામાં આપેલા નિવેદનો પરત ખેંચે નહીંતર માનહાની તેમજ અન્ય કેસો કરવાની નોટિસ આપી છે.