ગયા ચોમાસે અધૂરા રહેલા ઠેબી ડેમમાં પાણીની આવક શરૂ થઇ

અમરેલી,
ગયા ચોમાસાનાં વધારે વરસાદ છતા અમરેલીનો ઠેબી ડેમ અધ્ાુરો રહી ગયો હતો પરંતુ આ વખતે સીઝનનાં વરસાદ પહેલા જ પડેલા વરસાદને કારણે ઠેબી ડેમમાં પાણીની આવક ચાલુ થઇ છે ચિતલ અને બાબરાના હેઠવાસના ગામડાઓમાં પડેલા સારા વરસાદને કારણે ઠેબી ડેમમાં પાણીની આવક શરૂ થતાં ગઇ કાલથી આજ સુધીમાં 2.13 એમસીએફટી પાણીની સપાટી વધી છે.