ગરણી ગામે પૂર્વ ધારાસભ્ય શ્રી બાવકુભાઇ ઉધાડ નું સન્માન કરાયું

બાબરા તાલુકાના ગરણી ગામ ના અગ્રણી ઉધોગપતિ જાદવભાઇ કલકાણી અને જયસુખભાઇ કલકાણી પરીવાર દ્વારા જેબી કોટન ગરણી ગામે પૂર્વ કેબિનેટ મંત્રી અને બાબરા પંથકમાં પચીસ વર્ષ સુધી જાગૃત ધારાસભ્ય તરીકે ચૂંટાયા લોકો કામગીરી અને તાલુકાને વિકાસ ગતિ તરફથી લય જય લોકો ના દીલ મા સતત જાગૃત રહેલાં બાબરા લાઠી દામનગર ના અડધી રાતે ના હોંકારો સમાન પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડ નું સાલ ઓઢાડી સન્માન કરી ફરીથી બાબરા પંથકની વિકાસ લક્ષી કામગીરી આગળ વધારો એવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પૂર્વ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન જીવાજીભાઇ રાઠોડ, પૂવે મહામંત્રી મહેશભાઇ ભાયાણી, તાલુકા ભાજપ મહામંત્રી હીતેશ ભાઇ કલકાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ દિપક કનૈયા યાર્ડ ના ડીરેકટર બહાદુરભાઇ બકોતરા, સંદીપભાઈ રાદડીયા, જીવનભાઈ ચોવટિયા, ગરણી સરપંચ દામજીભાઈ લિંબસિયા, લાખાભાઇ કલકાની, ઉમેશભાઈ કલ્કાણી, પ્રેમજીભાઈ ગજેરા, ગીરધરભાઇ વેકરીયા વિગેરે ઉપસ્થિત રહયા હતા.